News of Thursday, 27th June 2024
આ દેશમાં કરવામાં આવે છે ફરિયાત બે લગ્ન

નવી દિલ્હી: લગ્ન એ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હોય છે. આ એક એવી મીઠી યાદ છે, જે મૃત્યુ સુધી યાદ રહે છે, કારણ કે તે દિવસથી જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે. વિવિધ દેશોમાં લગ્ન સંબંધિત ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. લગ્નના કાયદા પણ દેશ વિદેશમાં અલગ-અલગ હોય છે. દુનિયાભરમાં ઘણી એવી જાતિઓ છે, જે સરકારથી સ્વતંત્ર રીતે તેમની પરંપરાઓનું પાલન કરે છે. કેટલીક જગ્યાઓ પર મહિલાઓને પોતાની પસંદનો જીવનસાથી પસંદ કરવાનો હક છે તો પછીથી બદલવાનો અધિકાર પણ રહેલો છે, જ્યારે કેટલીક જગ્યાએ તેમને કોઈના મૃત્યુ પછી આંગળી કાપી નાખવાનો અધિકાર છે. આવી બીજી ઘણી પરંપરાઓ છે, જેનું સદીઓથી પાલન કરવામાં આવે છે. ભારતમાં, જો હિંદુ ધર્મમાં કોઇ યુવક બે લગ્ન કરે છે, તો તેને જેલ પણ થઈ શકે છે. તો બીજી બાજુ એવો પણ દેશ છે જ્યાં કાયદેસર રીતે બે લગ્ન કરવા જરૂરી છે. અહીં જો કોઈ વ્યક્તિ બે વાર લગ્ન ન કરે તો તેને જેલની સજા પણ થઈ શકે છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
