તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
મધ્ય પેરુમાં ભૂકંપના જટકાના કારણોસર આપવામાં આવેલ સુનામી વોર્નિંગ પરત ખેંચવામાં આવી

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના પેરૂમાં ૭.૨ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. આ માહિતી આપતાં યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે જણાવે છે કે, પ્રમાણમાં પ્રબળ કહી શકાય તેવો ધરતીકંપ થયો હોવા છતાં સુનામીની કોઇ ભીતિ રહી ન હતી. જો કે, આજે સવારે આ ધરતીકંપ થયો ત્યારે એમ લાગતું હતું કે, કદાચ તેને લીધે સુનામી જાગશે પરંતુ સદ્ભાગ્યે તેમ નથી થયું. તેથી પહેલા જાહેર કરાયેલી સુનામીની ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી. આ ચેતવણી પહેલા પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જ પહેલા સુનામીની ચેતવણી આપી હતી. આશરે ૩ કરોડ ૩૦ લાખની વસતી ધરાવતું પેરૂ બહુચર્ચિત પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવેલું છે. પેસિફિક મહાસાગરના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ઠેર ઠેર જ્વાળામુખીઓ આવ્યા છે તેથી આ નામ આપવામાં આવ્યું છે. જો કે દર વર્ષે પેરૂમાં નાના મોટા ધરતીકંપો થયા જ કરે છે જે પૈકી કેટલાક ભૂકંપો એટલા મંદ હોય છે કે તેથી જનસામાન્યને ખબર પણ પડતી નથી પરંતુ મોટાભાગના ધરતીકંપો મકાનોને હલાવી નાખે તેવા હોય છે. જો કે, આ ધરતીકંપને લીધે હજી સુધી જાન-માલને નુકસાન થયું હોવાના કોઇ સમાચારો નથી.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
