News of Saturday, 29th June 2024
ભારતમાં દર બીજો માણસ છે આળસુ: WHOએ કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતીયો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક અહેવાલ મુજબ, લગભગ અડધા ભારતીયો એટલા આળસુ બની ગયા છે કે તેઓ રૂટીન માટે જરૂરી શારીરિક શ્રમ પણ કરતા નથી. જેના કારણે તેઓ 2030 સુધીમાં ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. એક અહેવાલ મુજબ ભારતમાં લગભગ 57 ટકા મહિલાઓ ખૂબ જ ઓછી ફિઝીકલી એક્ટીવ રહે છે. જયારે 42 ટકા પુરુષો એવા છે જે ખૂબ જ ઓછો શારીરિક શ્રમ કરે છે. વર્ષ 2000માં આ આંકડો 22.3 ટકા હતો જે વધીને 49.4 ટકા થઈ ગયો છે. એવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ જો હજુ પણ ભારતીયો આળસ નહી છોડે તો 2030 સુધીમાં લગભગ 60 ટકા ભારતીયોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. સંશોધકોએ વિશ્વના 197 દેશોમાં 57 લાખ લોકોની ફિઝીકલી એક્ટીવીટી પર અભ્યાસ કર્યો છે. WHO નિષ્ણાતો સહિત આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે વર્ષ 2000 થી 2022 સુધીમાં વસ્તી આધારિત અભ્યાસોનું વિશ્લેષણ કર્યું છે. જેમાં ભારતનો ડેટા મદ્રાસમાં ડાયાબિટીસ સંશોધન સંસ્થા દ્વારા મોકવામાં આવ્યો હતો. જેમાં ફિઝીકલી એક્ટીવ ન રહેવાથી સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસરના મામલામાં દક્ષિણ એશિયા બીજા ક્રમે છે. એશિયા-પેસિફિક પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
