તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 1st July 2024
માઈકલ જેક્સન પર હતું 500 મિલિયન ડોલરનું દેવું

નવી દિલ્હી: વિશ્વ વિખ્યાત પોપ સિંગર માઈકલ જેકસન તેના મોત સમયે 500 મિલિયન ડોલરનાં દેવાંમાં હતો તેવો ઘટસ્ફોટ થયો છે. માઈકલ જેકસનના મોતના 15 વર્ષ બાદ આ વાત સામે આવી છે. માઈકલ જેક્સનની સંપત્તિના એક્ઝિક્યુટર્સ દ્વારા તાજેતરમાં અદાલતમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરાયા છે. તેમાં જણાવાયું છે કે મોત વખતે માઈકલ પર 500 મિલિયન ડોલરનું દેવું હતું. લોસ એન્જલિસ કાઉન્ટીની સુપિરિયર કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવોજમાં આ વાતનો ઉલ્લેખ છે. માઈકલ જેક્સનું કેટલીક દવાઓના ઓવરડોઝથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. તેના પર્સનલ ફિઝિિશિયન કોનરાડે મરેએ તેને કેટલીક એવી દવાઓ આપી હતી જે માઈકલ જેક્સન માટે જીવલેણ સાબિત થઈ હતી. આ માટે કોનરાડ સામે સાપરાધ માનવ વધનો કેસ પણ ચાલ્યો હતો.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
