<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

pokની જેલમાંથી 18 કેદીઓ ભાગી ગયા હતા:આટલાને મળી હતી ફાંસીની સજા

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાંથી ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફરાર થઈ ગયો હોવાથી પાકિસ્તાનની તમામ જેલોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર,આ ઘટના શુક્રવારે પૂંછની રાવલકોટ જેલમાં બપોરે 2.30 કલાકે બની હતી.જેમાં 18 વધુ કેદીઓ પણ ભાગી ગયા હતા.આ આતંકવાદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની જેલમાં બંધ હતો. મળતી માહિતી પ્રમાણે, રાવલકોટ જેલના એક કેદીએ જેલ ગાર્ડને પિસ્તોલ બતાવી હતી અને તેને જેલની ચાવી લેવા દબાણ કર્યું અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નાસી છૂટેલા 18 કેદીઓમાંથી 6 મૃત્યુદંડ પર હતા અને અન્ય ત્રણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. અન્ય એક કેદીને ભાગી જવા દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી. તે કેદી પાંચ વર્ષની સજા ભોગવી રહ્યો હતો. મૃતકની ઓળખ ખય્યામ સઈદ તરીકે થઈ છે.

 

(7:10 PM IST)