તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ગ્રેનેડ નજિક કેટેગરી 4 હરિકેન સાથે બેરિલ વાવાઝોડું બન્યું વધુ જોખમી

નવી દિલ્હી: વાવાઝોડું બેરિલ ગ્રેનેડા નજીક કેટેગરી-૪ હરિકેન સાથે વધુ જોખમી બન્યું છે. માયામીમાં નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે આ વાવાઝોડું સોમવારે ગ્રેનેડાથી ૧૨૫ કિ.મી. દૂર હતું. તેના લીધે ફૂંકાતા પવનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક ૨૧૫ કિ.મી. હતી. હરિકેન બેરિલ દક્ષિણપૂર્વી વિન્ડીઝ ટાપુઓમાંથી પસાર થયુ હતું, તેના લીધે સરકારે લોકોને ઘરોમાં રહેવા માટે વિનંતી કરી હતી. તે સમયે તેને કેટેગરી-૩ હરિકેનમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડાના લીધે સોમવારે વિન્ડવોર્ડ ટાપુઓ પર વરસાદ પડયો હતો. આ ઉપરાંત સેન્ટ લ્યુસિયા, બાર્બાડોઝ, ગ્રેનેડા, ટોબેગો અને સેન્ટ વિન્સેન્ટમાં હરિકેનની ચેતવણી આપવામાં આવી હતી. માયામીમાં યુએસ હરિકેન સેન્ટરે ચેતવણી આપી હતી કે આ અત્યંત જોખમી સ્થિતિ છે. બેરિલના લીધે જીવનને ભયમાં મૂકાય તેવા પવનો ફૂંકાઈ શકે છે અને વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. બેરિલ સોમવારે સવારે દક્ષિણ પૂર્વી બાર્બાડોઝથી ૧૧૦ કિ.મી. દૂર હતું. તેની મહત્તમ ઝડપ પ્રતિ કલાક ૧૯૫ કિ.મી.ની હતી. તે પ્રતિ કલાક ૩૧ કિ.મી.ની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હરિકેન થોડું નબળું પડયું તેના પછી તેણે રવિવારે કેટેગરી-૪ની તીવ્રતા હાંસલ કરી હતી અને વધુ મજબૂત બન્યું હતું. માર્ટિનિક અને ત્રિનિદાદમાં આ વાવાઝોડા અંગેની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. ડોમિનિકા અને હૈતીના દક્ષિણપૂર્વી કાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જારી કરી દેવાઈ છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
