<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

લંડનમાં લેન્‍ડ રોવર ચોરાઇ ન જાય એટલે એને ઝાડ સાથે બાંધી દીધી

લંડન,તા. ૩: કાર ચોરાવાની સમસ્‍યા માત્ર ભારતમાં જ છે એવું નથી. લંડનમાં પણ કાર ચોરાવાનું પ્રમાણ ખૂબ છે. એટલે જ ત્‍યાં અનેક લોકો ઘરની અંદર જ ગેરેજ બનાવી રાખે છે, તો કેટલાક કારની ઉપર ચાંપતી નજર રાખી શકાય એ માટે ક્‍લોઝ્‍ડ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરા બેસાડે છે. જોકે લંડનમાં એક ઘરની બહાર કોઈકે ૯૫ લાખ રૂપિયાની લેન્‍ડ રોવર કારને ઝાડ સાથે બાંધી દીધી છે. એનું કારણ એ છે કે થોડા દિવસથી લેન્‍ડ રોવર કારની ચોરીનું પ્રમાણ વધી ગયું છે. કારના સેફટી ફીચરમાં કંઈક ગરબડ હોવાને કારણે ચોરી સરળ બની ગઈ હોવાનું મનાય છે ત્‍યારે કંપનીએ કારને વધુ મજબૂત સેફટી ફીચર સાથે અને એન્‍ટિ-થેફટ ફીચરમાં બદલાવ કરવાની બાંયધરી આપી છે.

(9:43 AM IST)