તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 5th July 2024
૩ દાયકામાં ૪.પ૦ લાખ બર્રેડ ધૂવડોને મારી નખાશે
અમેરિકામાં લૂપ્ત પ્રાય સ્પોટેડ ધૂવડ પ્રજાતિને બચાવવા લેવાયો નિર્ણય

વોશીંગ્ટન :.. અમેરિકામાં લૂપ્ત થવાના આરે પહોંચી ચૂકેલી સ્પોટેડ ધૂવડોની પ્રજાતિને બચાવવા માટે આ નિશાચર પક્ષીની બીજી પ્રજાતિ બર્રેડ ધૂવડની વસ્તી ઘટાડવાનો નિર્ણય કરાયો છે. ત્યાંનો વન્ય જીવ વિભાગ પヘમિ કિનારાના ગાઢ જંગલોમાં પ્રશિક્ષિત નિશાનબાજ તહેનાત કરશે જે ત્રણ દાયકામાં ૪.પ૦ લાખ બર્રેડ ધૂવડોને ગોળી મારીને ખતમ કરશે.
સીએનએના રિપોર્ટ અનુસાર બર્રેડ ધૂવડોથી સ્પોટેડ ધૂવડો પર જોખમ મંડરાઇ રહ્યું છે. હુમલાખોર પ્રકૃતિના બર્રેડ ધૂવડો પોતાની જ જાતિના સ્પોટેડ ધૂવડોને ભગાડીને તેમના માળાઓ પર કબ્જો જમાવી લે છે. તેમના હુમલાઓથી લાખો સ્પોટેડ ધૂવડો માર્યા ગયા છે.
અધિકારીઓ અનુસાર આગામી વસંત ઋતુથી બર્રેડ ધૂવડોને મારવાની કાર્યવાહી શરૂ થશે. અમેરિકા સ્પોટેડ ધૂવડોને બચાવવા માટે દાયકાઓથી પ્રયાસ કરી રહ્યું છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
