<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

પાકિસ્તાનમાં અચાનક સોશિયલ મીડિયા પરના તમામ પ્લેટફોર્મ પર લાગ્યો 6 દિવસનો પ્રતિબંધ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અગાઉ ચાર મહિનાથી વધુ સમય સુધી એક્સ (અગાઉ ટ્વિટર) બ્લોક કરાયું હતું, તો હવે પાકિસ્તાન સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર છ દિવસનો પ્રતિબંધ લાદાવનો નિર્ણય લીધો છે. સરકાર મોહરમના તહેવારને ધ્યાને રાખી 13થી 18 જુલાઈ સુધી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રાખશે. મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે ઈસ્લામી મહિનો મોહરમ (Muharram)ને દરમિયાન ‘નફરત ફેલાવતી સામગ્રી’ને અટકાવવા માટે સોશિયલ મીડિયાના તમામ પ્લોટફોર્મ YouTube, WhatsApp, Facebook, Instagram અને TikTok પર 13થી 18 જુલાઈ સુધી પ્રતિબંદ લાદવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો મુજબ પંજાબ સરકાર દ્વારા ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી મરિયમ નવાજ (CM Maryam Nawaz Sharif)ની કાયદો અને વ્યવસ્થા સંબંધીત કેબિનેટે 12 કરોડથી વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર છ દિવસનો પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. તહેવારો દરમિયાન નફરત ફેલાવતી સામગ્રી અને અફવાઓ ફેલાતી અટકાવવા તેમજ સાંપ્રદાયિક હિંસા ન થાય તે હેતુથી કેબિનેટે આ નિર્ણય લીધો છે.

(7:07 PM IST)