<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ચીનનું પૈનજીનઃ પર્યટકો લાલજાજમવાળા દરિયાકિનારાની જોતા હોય છે રાહ

ચીનમાં લિયાઓહે નદીના ડેલ્‍ટા પર સ્‍થિત છે આ પૈનજીન રોડ બીચ. તે પૈનજીન શહેરથી લગભગ ૨૦ માઇલ દક્ષિણ પヘમિમાં છે. વનસ્‍પતિઓનો અસામાન્‍ય રંગ તેને દુનિયાના સૌથી અનોખો સમુદ્રતટ બનાવે છે. આ સમુદ્રનો લાલ રંગ સ્‍વેદશી શેવાળ (સુઆડા જીનસ )ના કારણે છે જે ક્ષારીય માટીમાં સારી રીતે વધે છે. આ શેવાળની સેંકડો જાત છે જે વિશ્વમાં અલગ અલગ જગ્‍યાએ મળી આવે છે. તેની વૃધ્‍ધિ વસંત અને ગરમીની ઋતુ દરમ્‍યાન થાય છે ત્‍યારે તેનો રંગ ચમકતો લીલો હોય છે. શરદઋતુ આવતા આવતા આ શેવાળનો રંગ બદલાઇને લાલ થઇ જાય છે. જેના લીધે એવું લાગે છે કે માનો લાલ રંગની એક વિશાળ જાજમે આખા સમુદ્રને ઢાંકી દીધો હોય

(3:29 PM IST)