News of Monday, 8th July 2024
હવેથી અમેરિકા ચોકલેટ-ચિપ્સની જેમ મળશે બંદૂકની ગોળીઓ

નવી દિલ્હી: અમેરિકામાં ગન કલ્ચર સતત વધી રહ્યો છે. તાજેતરમાં અમેરિકાથી ગોળીબારની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે અમેરિકાથી વઘુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં, અમેરિકાના માર્કેટમાં નવા પ્રકારની વેન્ડિંગ મશીન આવી છે. આ વેન્ડિંગ મશીનમાં ચોકલેટ કે ચિપ્સ નહી પરંતુ બંદુકની ગોળીઓ (Bullets Vending Machine) મળશે. આ મશીન બનાવનારી કંપનીએ દાવો કર્યો છે કે, ATM મશીનની જેમ આ મશીન પણ અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક માટે કાર્યરત રહેશે. જેથી ગ્રાહકોના સમયની બચત થશે અને જ્યારે તેમને જરૂરિયાત જણાય ત્યારે તે ગોળીઓ ખરીદી શકશે. મીડિયા રિપોર્ટ મુજબ, હાલ આ મશીનો અમેરિકાની વિવિધ ગ્રોસરી શોપ્સ (કરિયાણાની દુકાનો) પર લગાવવામાં આવી રહી છે. આ મશીન બનાવતી કંપની અમેરિકન રાઉન્ડ્સે પોતાની વેબસાઇટ પર આ અંગે જાણકારી આપી છે. કંપની એ આ મશીનને AARM (ઓટોમેટેડ એમ્મો રિટેલ મશીન) નામ આપ્યું છે. 21 વર્ષથી વધુ વય ધરાવતા ગ્રાહકો ATMના ઉપયોગની જેમ આ મશીનથી સરળતાથી ગોળીઓ ખરીદી શકે છે. કંપની અનુસાર તેમની મશીનો 24/7 ઉપલબ્ધ છે. માટે હવે ગ્રાહકોને ગોળીઓ ખરીદવા માટે કલાકો સુધી લાંબી લાઇનોમાં રાહ જોવાની જરૂર નથી. તેઓ હવે કોઇ પણ સમયે ગોળીઓ ખરીદી શકે છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
