<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ફ્રાંસનું કેન્‍ટીલીવર બાલ્‍કનીઓ વાળુ અનોખું બીલ્‍ડીંગ

ફ્રાંસના શહેર મોટંપેલીયરમાં મિશ્ર વાસ્‍તુકલાના ઉપયોગથી બનેલ આ અનોખા બિલ્‍ડીંગનું નામ છે ‘‘એલ અર્બર બ્‍લેંક ટાવર'' તેની બાલ્‍કનીઓ પાંદડાઓની જેમ ફેલાયેલી છે. તેને સૂ ફુજી મોતોએ નિકોલસ લેસને, દિમીત્રી રૂસેલ અને ઓએકસઓ આર્કીટેકટસ સાથે મળીને ર૦૧૯માં પુરૂં કર્યું હતું. એક વૃક્ષના આકારમાં બનેલ આ મરોડદાર ૧૭ માળની ઇમારતમાં ૧૧૩ ફલેટો છે. જેમાં કેન્‍ટીલીવર બાલ્‍કનીઓ છે. સાથે જ ભોંય તળીયે અને છત પર સાર્વજનિક સુધિવાઓ પણ છે.

(1:27 PM IST)