<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ઓએમજી....આ મહિલા 20 વર્ષથી જેનાથી મરચું પીસતી હતી એ નીકળી હેન્ડ ગ્રેનેડ

નવી દિલ્હી: જે વસ્તુ આપણને દેખાવમાં સામાન્ય લગતી હોય તે કેટલી અસામાન્ય છે કે પછી મોતની કગાર પર લઈ જઈ શકે તેમ છે તે સત્ય સામે આવે ત્યારે ઘણી વાર તો શરીરના રુવાડા ઉભા થઈ જાય. ચીનમાં એક મહિલા 20 વર્ષથી હથોડી સમજીને જેનાથી મસાલા પીસતી, ખીલી લગાડતી કે અખરોટ ફોડવાનું કામ કરતી હતી એ હથોડો નહી, હેન્ડ ગ્રેનેડ હતું.આ સત્ય સામે આવ્યા પછી મહિલાના ઘડીભર તો હોશ જ ન રહ્યા, કે તે રોજ દારૂગોળો જ પીસતી હતી. જો કે આટલા વર્ષોમાં કોઈ જાનલેવા ઘટના ન બની એ ચમત્કાર જ ગણી શકાય. ઘણી વખત લોકો અજાણતા કંઈક એવું કરી નાખે છે જેનાથી તેમનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં આવા લોકોને સારા નસીબ જ બચાવે છે. એક દિવસ એક ચીની સ્ત્રીને ખેતરમાં કંઈક એવું મળ્યું જે લાકડાના હેન્ડલ સાથે હથોડા જેવું હતું. મહિલા તેને ઘરે લાવી અને તેનો ઉપયોગ મરચાં પીસવા, ખીલ્લી ખોદવા કે પછી અખરોટ તોડવા સુધીના કામ માટે કરતી હતી. કિન નામની મહિલાને આ હથોડાનું ડરામણું સત્ય ત્યારે સામે આવ્યું જ્યારે મહિલાના જૂના મકાનને તોડવાનું કામ કરતા લોકોની ટીમે આ હથોડો જોયો.બાદમાં પોલીસને જાણ કરવામાં આવી અને હથોડો કબજે લેવાયો અને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આટલા વર્ષ સુધી ગ્રેનેડના લાકડાના હેન્ડલ વર્ષોના ઉપયોગથી સરળ અને ચળકતા બની ગયા હતા, જ્યારે તેની ટોચ દારૂગોળાથી ભરેલી હતી.મકાનની પાડતોડ કરતા કામદારોએ અધિકારીઓને હેન્ડ ગ્રેનેડ વિશે ચેતવણી આપ્યા પછી, હુઆંગબાઓ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગ્રેનેડ કબજે લીધું.

 

(10:58 PM IST)