<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

યુક્રેન સરકારે એવો તે કેવો કાયદો ઘડ્યો કે યુવાનો ડરીને જાતે હાથ પગ ફ્રેક્ચર કરાવવા લાગ્યા

નવી દિલ્હી: રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યાં ઘણા લોકો ડોક્ટર પાસે પોતાના હાથ-પગ ફ્રેક્ચર કરાવી રહ્યાં છે. આ સિવાય ટેલિગ્રામ પર ઘણી જાહેરાત પણ જોવા મળી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોની નજરમાં ફ્રેક્ચર કરવામાં આવશે. યુક્રેનમાં સેનામાં ભરતીને લઈને નવા કાયદા બનાવવામાં આવ્યા છે. રશિયાથી યુદ્ધ વચ્ચે યુક્રેન સૈનિકોની અછત સામે ઝઝૂમી રહ્યું છે. દરમિયાન સેનામાં સેવા આપવાની ઉંમરને 27 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરી દેવાઈ છે. સેનામાં સેવા આપવાથી બચવા માટે નવી યોજનાઓ અપનાવનારની સજા પણ વધારી દેવાઈ છે. ટેલીગ્રામ પર ચાલતી જાહેરાતોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેનામાં જવાથી બચવા માટે સારા મેડીકલ પ્રોફેશનલ હાઈ ક્વોલિટી એનેસ્થેસિયા આપીને ફ્રેક્ચર કરવામાં આવશે. આરટીના રિપોર્ટ અનુસાર તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઈજા બાદ પણ સંપૂર્ણ સારસંભાળ કરવામાં આવશે અને જો એક ફ્રેક્ચર પૂરતું નહીં હશે તો ડિસ્કાઉન્ટ રેટ પર બીજી ઈજાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રકારની એડ ડનેપર શહેરની ઘણી ટેલીગ્રામ ચેનલ પર બતાવવામાં આવી હતી. જોકે બાદમાં તેને હટાવી પણ લેવામાં આવી.  

(6:25 PM IST)