તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
રન-વે પર દોડતા વિમાનના ટાયરો ફાટ્યા એકસાથે

નવી દિલ્હી: ફ્લોરિડાના એરપોર્ટ પરથી ઉડ્ડન વખતે અમેરિકન એરલાઈન્સના વિમાનના ટાયરો ફાટવાની દુર્ઘટના બની છે. આ વિમાન જ્યારે ટેક ઑફ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આ દુર્ઘટના બની છે. જોકે પાયલોટે સમયસૂકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી છે. મળતા અહેવાલો મુજબ આજે ફ્લોરિડાના એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ ટેક ઑફ થઈ રહી હતી, ત્યારે અચાનક વિમાનના ટાયરો ફાટી ગયા હતા. ટેક ઑફ થવાની થોડીંક જ સેકન્ડોમાં ટાયર ફાટકા ઓથોરિટી સહિત મુસાફરો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે પાયલોટે સમયસર વિમાન પર કાબુ મેળવી લેતા 176 મુસાફરોના જીવ બચી ગયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ફ્લાઈટ ટેક ઑફ થતી જોવા મળી રહી છે. આ દરમિયાન ટેક ઑફ થતા પહેલા જ વિમાનના ટાયર ફાટી જાય છે અને ફ્લાઈટને તુરંત અટકાવવી પડી છે. અમેરિકન એરલાઈન્સના વિમાનની આજે મોટી દુર્ઘટના ટળી છે. ટાયર ફાટ્યા બાદ પાયલોટે વિમાનને તુરંત રન-વેના કિનારે ઉભું રાખ્યું હતું. વીડિયોમાં ટાયરમાંથી નિકળતા ધુમાળા પણ જોવા મળી રહ્યા છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
