<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

જાણો ચોમાસાની સીઝનમાં આવતા જાંબુના અઢળક ફાયદા વિશે

નવી દિલ્હી: આજકાલ મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ થવા લાગી છે. ફળ અને શાકભાજીમાં કલર અને હાનિકારક કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે. ફળને પકવવા અને મોટા કરવા માટે ઇન્જેક્શન લગાવવામાં આવે છે. આવા ફળ અને શાકભાજી માર્કેટમાં આડેધડ વેચાઈ જઈ રહ્યા છે. હવે તમે વિચારો કે આવા ફળ અને શાકભાજી તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી રહ્યાં હશે કે નુકસાન? જો કે ભેળસેળના આ સમયમાં કેટલીક એવી વસ્તુ પણ છે જે આ ભેળસેળના ઝેરથી દૂર છે. તેમાં નહિવત માત્રામાં ભેળસેળ હોય છે. આ ફળોની યાદીમાં જાંબુનું નામ પણ સામેલ છે.  વરસાદની સિઝનમાં મળતા જાંબુના ફળમાં ભેળસેળ નહીવત માત્રામાં હોય છે. તેથી આ સિઝનમાં જાંબુના ફળને ડાયટમાં જરૂર સામેલ કરવા. જાંબુ ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સાથે અનેક ફાયદા પહોંચાડે છે.

(6:26 PM IST)