<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

આ દેશની સરકારે બનાવ્યો વિચિત્ર કાયદો

નવી દિલ્હી:  કહેવાય છે કે, તમે જેટલું વધુ હસશો તેટલું તમારું સ્વાસ્થ્ય સારું છે. ઘણા લોકોનો સ્વભાવ દરેકને હસીને મળવાનો હોય છે, તો ઘણા એવા પણ હોય ચે જે ભાગ્યે જ તમને હસતા જોવા મળશે. જો  કોઈ તમને કહે કે તમારે દિવસમાં એક વાર હસવું પડશે તો તમને કેવું લાગશે?હા, દુનિયામાં એક એવું શહેર છે જ્યાં એવો કાયદો બનાવવામાં આવ્યો છે કે, આ શહેરમાં રહેતા લોકોને દિવસમાં એકવાર હસવું પડશે. આ વિચિત્ર કાયદો જાપાનના યામાગાટા પ્રાન્ત એક વિચિત્ર કાયદો લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ યામાગાતા પ્રાન્તમાં રહેતા નાગરિકો માટે દિવસમાં એકવાર હસવું ફરજિયાત છે. યામાગાટા પ્રાન્તે યામાગાટા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસથી પ્રેરિત આ કાયદો ઘડ્યો છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, હસવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે.

 

(7:35 PM IST)