News of Saturday, 13th July 2024
ક્યારેક સિગરેટ કે બીડી ના પીધી હોય તો પણ થતા કેન્સરના કારણ વિશે જાણો

નવી દિલ્હી: હવે ફેફસાનું કેન્સર ધુમ્રપાન કરતા લોકોને જ નહિ પરંતુ ધુમ્રપાન ન કરતા લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યું છે. એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ભારતમાં ફેફસાના કેન્સરના અડધાથી વધુ દર્દીઓ ધૂમ્રપાન નથી કરતા. એવામાં પ્રશ્ન થાય કે જે લોકો બીડી કે સિગરેટ નથી પીતા તો તેમને ફેફસાનું કેન્સર કેમ થાય છે?એક રિપોર્ટ અનુસાર ફેફસાનું કેન્સર એ ત્રીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે. વર્ષ 2020માં દુનિયામાં 22 લાખથી વધુ કેન્સરના કેસ સામે આવ્યા હતા. તેમજ 18 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. ત્યારે 2020માં ભારતમાં ફેફસાના કેન્સરના 72,510 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને તે વર્ષે 66,279 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 2020 માં કેન્સરના મૃત્યુમાંથી 7.8% ફેફસાના કેન્સરને કારણે થયા હતા. લેસેંટ રિપોર્ટ અનુસાર ફેફસાનું કેન્સર એ ત્રીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે. જે નોન સ્મોકર્સમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વર્ષ 2020માં દુનિયામાં 22 લાખથી વધુ કેન્સરના કેસ સામે આવ્યા હતા. તેમજ 18 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. ત્યારે 2020માં ભારતમાં ફેફસાના કેન્સરના 72,510 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને તે વર્ષે 66,279 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 2020 માં કેન્સરના મૃત્યુમાંથી 7.8% ફેફસાના કેન્સરને કારણે થયા હતા. ભારતમાં ફેફસાનું કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે. 1990માં ભારતમાં ફેફસાના કેન્સરનો દર એક લાખની વસ્તી દીઠ 6.62 હતો, જે 2019માં વધીને 7.7 થયો. એટલે કે 2019માં દર એક લાખ લોકોમાંથી 7.7 લોકો ફેફસાના કેન્સરથી પીડિત હતા. 1990 થી 2019 દરમિયાન, તે પુરુષોમાં 10.36 થી વધીને 11.16 અને સ્ત્રીઓમાં 2.68 થી વધીને 4.49 થઈ ગયું છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
