<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

આ વેબસાઈટ સરકારી નોકરીના નામે કરી રહી છે છેતરપિંડી:સરકારે આપી ચેતવણી

નવી દિલ્હી: કોને નોકરી નથી જોઈતી? દરેક વ્યક્તિ સારી નોકરી મેળવવા માટે દિવસ-રાત પ્રયત્ત્ન કરતો હોય છે. એમાં પણ જો સરકારી નોકરીની વાત આવે તો તો વાત જ શું કરવી! છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તી વધારા સાથે યુવાનોમાં સરકારી નોકરીની ઈચ્છા પણ વધી છે. આથી કેટલાક સાયબર છેતરપિંડી કરનારા લોકો યુવાનોના સરકારી નોકરી માટેના ક્રેઝનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ સરકારી યોજનાઓ કે સરકારી વિભાગોના નામ જેવી જ વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવી જ એક વેબસાઈટને લઈને સરકાર દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમ એટલે કે PIB એ http://rashtriyavikasyojna.org અંગે ચેતવણી જારી કરી છે. પીઆઈબીએ કહ્યું છે કે આ સરકારી વેબસાઈટ નથી અને તે ફેક વેબસાઈટ છે. આ વેબસાઇટ દાવો કરે છે કે તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની છે, જો કે તે ખોટી બાબત છે. આ સાઈટ નોકરીની અરજીના નામે નોકરી શોધી રહેલા યુવાનો પાસેથી પૈસા પણ લઈ રહી છે. આ વેબસાઈટ એપ્લીકેશન ફીના નામે 1675 રૂપિયા વસૂલે છે. પરંતુ આ બાદ તમને તે રકમ પણ પાછી નહિ મળે તેમજ નોકરી પણ નહિ મળે. 

(6:21 PM IST)