તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 15th July 2024
નાસાએ તાજેતરમાં અંતરિક્ષમાં બે આકાશગંગાનું મિલન બતાવતો ફોટો શેર કર્યો

નવી દિલ્હી: જ્યારે બીજી તેની નીચે ઈંડા જેવી દેખાઇ રહી છે. આ આકાશગંગાના મિલનનો ફોટો વિશ્વના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવ્યો છે.
અમેરિકન સ્પેસ એજન્સીએ કહ્યું કે, બે આકાશગંગાના આ મિલનનો એક અદ્ભુત નજારો છે.
જેમ્સ વેબને 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો. લગભગ એક વર્ષ પછી, તેણે અવકાશમાં ફોટોગ્રાફી શરૂ કરી હતી. આ બે ગેલેક્સીનું મિલન થઇ રહ્યું છે, તે પૃથ્વીથી 326 મીલીયન પ્રકાશવર્ષ દૂર હાઈડ્રા નક્ષત્રમાં છે.
નાસામાં જેમ્સ વેબના વરિષ્ઠ પ્રોજેક્ટ વૈજ્ઞાનિક જેન રિગ્બીએ જણાવ્યું હતું કે, આ બંને આકાશગંગામાં અબજો તારા છે. આ બે આકાશગંગા એકબીજાને મળવાની પ્રક્રિયામાં છે. અવકાશમાં ઘણી નાની આકાશગંગાઓ એક સાથે મળીને એક મોટી આકાશગંગા બનાવે છે. અહીં પણ એવું જ થઈ રહ્યું છે. આપણી આકાશગંગા ઘણી પરિપક્વ છે. જેમ્સ વેબે આવી અનેક આકાશગંગાને જોઈ અને તેમના ફોટો ક્લિક કર્યા છે, જે બિગ બેંગના સમયની અથવા તે પહેલાંની છે. બિગ બેંગને બ્રહ્માંડની શરૂઆત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પેંગ્વિન અને એગ ગેલેક્સીના મર્જરને Arp 142 નામ આપ્યું છે. બંને વચ્ચે ભારે ધુમ્મસ છે. ગેસ છે. આ ખૂબ જ ધીરે ધીરે મળી રહ્યા છે.
પેંગ્વિન ગેલેક્સીને પહેલા NGC 2936 તરીકે ઓળખાતી હતી. જેમ્સ વેબે જ્યારે તેની તસવીર લીધી ત્યારે તે પેંગ્વિનના આકારમાં દેખાઇ હતી. તેથી તેને પેંગ્વિન ગેલેક્સી નામ આપવામાં આવ્યું છે. Ege Galaxy નું જૂનું નામ NGC 2937 છે. બંનેને જોઈને લાગે છે કે પેંગ્વિન પોતાના ઈંડાનું રક્ષણ કરી રહ્યું છે. નાસા અનુસાર, બંને આકાશગંગા લગભગ 2.50થી 7.50 કરોડ વર્ષોથી એકબીજા તરફ આગળ વધી રહી છે. તેમને ગેલેક્સી બનતા કરોડો વર્ષ લાગશે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
