<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

પાકિસ્તાનમાં સેનાની છાવણી પર થયેલ હુમલામાં 10 આતંકી ઠાર

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાન આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 10 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં 10 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે કહ્યું કે, અશાંત ખૈપર પખ્તૂનખ્વા પ્રાંતમાં સેનાની છાવણી પર 10 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સેનાએ કહ્યું કે, 10 આતંકવાદીઓએ બન્નૂ છાવણીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સેનાએ જવાબી કાર્યવાહીમાં 10 આતંકીને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. આતંકવાદીઓએ વિસ્ફોટક ભરેલું વાહન સેનાની છાવણીની દિવાલ સાથે અથડાવ્યું હતું, જેમાં દિવાલનો એક ભાગ ધરાશાઈ થયો છે અને આસપાસ પણ નુકસાન થયું છે. સેનાના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના આઠ જવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. જોકે સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરી મોટી ઘટના બનથી અટકાવી દીધી છે. આ કારણે ઘણાં નિર્દોષોનો જીવ બચ્યો છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે, આતંકવાદીઓ હાફિજ ગુલ બહાદુર જૂથના હતા. આ જૂથ અફઘાનિસ્તાન (Afghanistan)થી ઓપરેટ થાય છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનથી આવતા આતંકવાદીઓ અંગે ચિંતા વ્યક્ત કરી આ મુદ્દો અફઘાનિ સરકાર સામે ઉઠાવ્યો છે. પાકિસ્તાને અફઘાન સરકારને કહ્યું છે કે, તેઓ આતંકવાદીઓને અટકાવી તેમની સામે કડક કાર્યવાહી કરે.

 

(6:13 PM IST)