તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
૭ દિવસમાં જોઇ નાખી વિશ્વની ૭ અજાયબીઓ ઇજીપ્તના મેગી આઇસાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

કાહીરા તા. ૧૮: ઇજીપ્તના મેગી આઇસાએ ૭ દિવસથી પણ ઓછા સમયમાં વિશ્વની સાતે સાત અજાયબીઓ જોઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૪પ વર્ષીય મેગીએ ૬ દિવસ ૧૧ કલાક અને પર મીનીટમાં બધી ૭ અજાયબીઓ જોઇ નાખી હતી. જે ગયા વર્ષે અંગ્રેજ જેમી મેકડોનાલ્ડ દ્વારા બનાવાયેલ રેકોર્ડ કરતા સાડા ચાર કલાકથી વધારે ઝડપી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે મેગીએ પોતાની સંપૂર્ણ યાત્રામાં માત્ર પબ્લીક ટ્રાન્સપોર્ટનો જ બહુ હોશીયારી પુર્વક ઉપયોગ કર્યો હતો.
તેણે પોતાની મુસાફરીની શરૂઆત ધ ગ્રેટ વોલ ઓફ ચાઇનાથી કરી હતી. ત્યાર પછી આગ્રાનો તાજમહેલ, જોર્ડનનું પ્રાચીન શહેર પેટ્રા, રોમના કોલોસીમ, બ્રાઝીલના ક્રાઇસ્ટ ધ રિડીમર, પેરૂના માચુ પિચ્ચુ અને મેકસીકોના ચિચેન ઇત્જા પહોંચીને તેણે પડકાર પુરો કર્યો હતો.
વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા પછી મેગીએ જણાવ્યું કે રેકોર્ડ બનાવવા બાબતે હું બહુ નસીબદાર રહ્યો. વાસ્તવમાં સાતેય અજાયબીઓ સુધી પહોંચવા માટે રસ્તાઓ અને વાહનો પસંદ કરવાનું કામ સૌથી અઘરૂં હતું. તે નકકી કરવામાં જ મને લગભગ દોઢ વર્ષ લાગ્યું હતું. તેમાં ફલાઇટ, ટ્રેન, બસ, સબવે આ બધું જ હતું. જો એક પણ બસ, ફલાઇટ અથવા ટ્રેન ચૂકાઇ જાત તો આખો કાર્યક્રમ પાટા પરથી ઉતરી જાત અને મારે પાછું ઘેર જવું પડત.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
