News of Monday, 22nd July 2024
કેમેરા સામે અકરાંતિયાની જેમ ખાઈને દર્શકોને ખુશ કરનારી ૨૪ વર્ષની કન્યા કેમેરા સામે ખાતાં-ખાતાં જ મરી ગઈ

બીજીંગ,તા. ૨૨: ચાઇનીઝ સોશ્યલ મીડિયા ઇન્ફલુઅન્સર પેન શિયાઓટિંગ નામની ૨૪ વર્ષની કન્યા પોતાની ચેનલ પર અકરાંતિયાની જેમ બે હાથે ખાઈને લોકોનું મનોરંજન કરતી હતી. જોકે એ માટે તેને પૈસા પણ અઢળક મળતા હતા. અલબત્ત, કેમેરા સામે ખાવાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા પર ચીનમાં જબરો વિરોધ થવા લાગ્યો હતો અને આવું કરનારને ૧૦,૦૦૦ યુઆનનો દંડ પણ ભરવો પડતો હતો છતાં એશિયન દેશોમાં લાઇવ ઇટિંગ સ્ટ્રીમિંગ કરનારા લોકોનો તોટો નથી. પેન શિયાઓટિંગ નામની કન્યા જે પહેલાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી તે છેલ્લાં થોડાં વર્ષોથી લાઇવ ઇટિંગ સ્ટ્રીમિંગ શરૂ કરીને અઢળક કમાણી કરતી હતી. તે જેટલી માત્રામાં ખોરાક ખાઈ જતી હતી એ જોઈને ભલભલા દંગ રહી જતા હતા. લોકોને વધુ મનોરંજન થાય એ માટે તે ખોરાકની માત્રા વધારતી જતી હતી. જોકે થોડા દિવસ પહેલાં આવા જ એક સેશન દરમ્યાન તેણે એટલું બધું ખાધું કે તે શ્વાસ પણ લઈ શકે એમ ન રહી અને લાઇવ સ્ટ્રીમિંગ દરમ્યાન જ તેણે જીવ છોડી દીધો.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
