<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સંસદના મોનસુન સત્રનો ધમાકેદાર પ્રારંભ : નીટ વિવાદ પર સરકાર-વિપક્ષ આમને સામને

નવી દિલ્‍હી : સંસદના બંને ગળહોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, ‘‘દેશમાં આ સમયે સૌથી સળગતો મુદ્દો NEET પરીક્ષાનો છે. જેને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત કંવર યાત્રા અને જમ્‍મુ-કાશ્‍મીરના મુદ્દા પણ ગંભીર છે. મોંઘવારી અને અગ્નિપથ યોજનાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. કેસી વેણુગોપાલે સરકારી કર્મચારીઓને આરએસએસ પ્રવળત્તિઓમાં ભાગ લેવાથી મુક્‍તિ આપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે સરકારે આદેશમાંથી કોઈ પાઠ શીખ્‍યો હોય તેવું લાગતું નથી.

લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ NEET UG પરીક્ષાના કથિત પેપર લીકના મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન NEET મુદ્દે નિવેદન આપી રહ્યા હતા, જેના પર વિપક્ષે હંગામો શરૂ કર્યો. વિપક્ષનો આરોપ છે કે NEET વિવાદને કારણે ઘણા વિદ્યાર્થીઓના મોત થયા છે.

લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ NEET મુદ્દે પોતાનો અભિ પ્રાય વ્‍યક્‍ત કર્યો અને કહ્યું કે NEET વિવાદથી લાખો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્‍યો કે પરીક્ષા પ્રણાલીમાં મોટી ખામીઓ છે અને પૈસાના જોરે સોદો શકય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પરીક્ષા પદ્ધતિમાં જે પણ ખામીઓ છે તેને દૂર કરવી જોઈએ. રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્‍યપૂર્ણ છે. સમગ્ર પરીક્ષા વ્‍યવસ્‍થા પર સવાલ ઉઠાવવો ખોટું છે. જનતાએ મને ચૂંટીને ગળહમાં મોકલ્‍યો છે અને મારે કોઈના પ્ર માણપત્રની જરૂર નથી.

(5:59 PM IST)