News of Monday, 22nd July 2024
૭૩ વર્ષ પહેલા આજના દિવસે ગાયબ થયુ હતુ વિમાન
કયા ગાયબ થયું આજ સુધી નથી મળી માહિતીઃ ૩૭ પેસેઁન્જરોમાં ૨૬ અમેરિકન સૈનિકો હતા

ફલાઇટ પોતાની સફર પર હતી અને લગભગ ૧૧૦૦૦ ફુટની ઉંચાઇએ થી એરપોર્ટ પર લેન્ડીંગ કરવાની તૈયારી હતી,અચાનક પાયલોટ અને ક્રૂ મેમ્બર્સનો એટીસી અધિકારી ઓ સાથેનો સંપર્ક તુટી ગયો. ફલાઇટ રડાર પર થી ગાયબ થઇ થઇ રિકવરી નહી થવાથી તપાસ શરૂ કરવામાં આવી પણ આજ સુધી ના તો ફલાઇટ ની કોઇ માહિતી મળી કે ના કોઇ પેસેન્જરની લાશ મળી છે.
૩૭ પેસેન્જરો સાથેનું વિમાન કયા ગાયબ થઇ ગયું શું થયું અને કેવી રીતે થયું? આજ સુધી કંઇ ખબર નથી પડી છેવટે થાકી હારીને બચાવ ટીમે તપાસ બંધ કરી દીધી પણ ફલાઇટની ભાળ નથી મળી નાગરિક ઉડ્ડયન ઓથોરીટીએ રિપોર્ટ આપ્યો કે વિમાન અથવા તેના પેસેન્જરોનો કોઇ સગડ નથી મળ્યા એટલે ફલાઇટ ગાયબ થવાનું કારણ નકકી નથી થઇ શકયું
મીડીયા રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના આજથી ૭૩ વર્ષ પહેલા ૨૧ જુલાઇ ૧૯૫૧ ના દિવસે થઇ હતી કેનેડીયન પેસીફીક એરલાઇન્સની ફલાઇટ ૩૫૦૫ ડગલસ ડીસી-૪ થી ઉડ્ડયન કર્યુ હતું ફલાઇટ કેનેડાના વાનકુંવર એરપોર્ટથી ટેક ઓફ થઇ ને જાપાનના ટોકયોમાં લેન્ડ થવાની હતી પણ અમેરિકાના અલાસ્કામાં સ્ટોપેજ પહેલા ગાયબ થઇ ગઇ ફલાઇટમાં ૩૧ પેસેન્જરો અને ૬ ક્રૂ મેમ્બરો હતા. ૩૧ પેસેન્જરોમાં રોયલ કેનેડીયન નૌસેનાના નાવિક અમેરિકન સેનાના ૨૬ સભ્યો અને ૩ અમેરીકન નાગરીકો હતા. ડગ્લસ ડીસી-૪ વિમાન ૪ એન્જીન વાળુ પિસ્ટન એરલાઇનરનુ જેટ વિમાન હતૂં જેને ૧૯૪૪ માં અમેરિકન સેના અને એરફોર્સ માટે બનાવાયુ હતું . પણ જૂન ૧૯૪૪ માં ડીલીવરના સમયે બનાવયુ હતું. પણ જૂન ૧૯૪૪ માં ડીલીવરીના સમયે તેને આર.ફાઇવ ડી-આઇ નામ સાથે અમેરિકન નેવી માં મોકલાયું હતું.
મિડીયા રિપોર્ટ અનુસાર ૨૧ જુલાઇએ ફલાઇટ ટોકયો માટે વાકુંવરથી ઉડ્ડયન કર્યુ હતું. અલાસ્કાના એન્કોરેજ એરપોર્ટ પર તેનું સ્ટોપેજ હતું. ફલાઇટ પોતાના નિヘીત સમય પર ચાલી રહી હતી ᅠઅનએ એન્કોરેજ એરપોર્ટથી ૯૦ મીનીટના અંતરે હતી પણ તે સમયે તે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને બરફના તોફાન જેવી સ્થિતિ હતી. વીઝીબીલીટી લગભગ ૫૦૦ ફૂટ હતી. અચાનક પાઇલોટ સાથે સંપર્ક તુટી ગયો અને પછી કોઇ અવાજ ના આવ્યો અકસ્માત થયો હોવાની આશંકાથી એક કટોકટીની ચેતવણી જાહેર કરવામાં આવી હપણ કોઇ રિપોર્ટના મળતા અમેરિકન એરફોર્સ અને રોયલ કેનેડીયન એરફોર્સ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાયુ પણ તે નિષ્ફળ રહ્યું છેવટે જ મહિના પછી ૩૧ ઓકટોબર ૧૯૫૧ ના દિવસે તપાસ બંધ કરી દેવાઇ
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
