<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ગાઝાના શરણાર્થી શિબિર પર થયેલ હુમલામાં માર્યા ગયેલ મહિલાના બાળકનો થયો જન્મ

નવી દિલ્હી: શનિવારે રાત્રે ગાઝા શરણાર્થી શિબિરો પર ઈઝરાયેલ દ્વારા ત્રણ હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા. હુમલામાં જીવ ગુમાવનાર પેલેસ્ટીનીયન મહિલાના ગર્ભમાં બાળકનો જન્મ ડોકટરોના પ્રયાસોને કારણે થયો હતો. હુમલા દરમિયાન વિસ્ફોટમાં અન્ય છ લોકો સાથે 25 વર્ષીય ગર્ભવતી મહિલા ઓલા અલ-કુર્દનું મૃત્યુ થયું હતું. બાળકને બચાવવાના આશયથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બાળકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

 

(5:59 PM IST)