તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 22nd July 2024
યમન પર થઇ એર સ્ટ્રાઇક:તેલ ભંડારોનો થયો નાશ

નવી દિલ્હી: શુક્રવારે તેલ અવીવમાં હૂથી આતંકવાદીઓએ કરેલા મનાતા ડ્રોન હુમલામાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય દસને ગંભીર ઇજાઓ થઈ હતી. આ હુમલો ઇઝરાયલનાં પાટનગર તેવ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસની તદ્દન નજીક જ થયો હતો. આ ઉપરથી એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ હુમલાનું મૂળ લક્ષ્ય તો અમેરિકી દૂતાવાસ જ હોઈ શકે. હૂથીના કબ્જા નીચેનાં ટીવી સ્ટેશન પરથી પ્રસારિત થઈ અલ મસીરાહ ચેનલે જણાવ્યું હતું કે શનિવારે ઇઝરાયલ દ્વારા કરાયેલી એરસ્ટ્રાઇક્સને લીધે હોદીદાહ બંદર સ્થિત તેલની ટાંકીઓ તૂટી ગઇ હતી અને ચારે તરફ ફેલાયેલાં પેટ્રોલ અને ડીઝલમાં આગ લાગી હતી. તેમજ સ્થાનિક નાની એવી ઇલેક્ટ્રીસીટી કંપનીને પણ ભારે નુકશાન થયું હતું આથી વધુ માહિતી અલસીસીરાહ ચેનલે આપી ન હતી. તો બીજી તરફ ઇઝરાયલી મીલીટરીએ પણ આ ઘટનાઓ અંગે કશું જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ પૂર્વે શુક્રવારે તેલ અવીવના મુખ્ય ચોકમાં જ થયેલ હુમલા અંગે ઇઝરાયલી સંરક્ષણ વિભાગના પ્રવક્તા, ડનિયલ હેગારીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સામદ-૩ પ્રકારનું ડ્રોન વિમાન હતું જે ઇરાનની બનાવટું હતું. આ ઉપરાંત એક અન્ય ડ્રોન વિમાન પણ તેલ અવીવ તરફ ધસી આવ્યું હતું પરંતુ તેને અધવચ્ચે જ અમારી એર ડીફેન્સ સીસ્ટમે તોડી પાડયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ એક ડ્રોને છેક તેલ અવીવના મધ્યભાગ સુધી પહોંચી જઇ કરેલા હુમલા અને બીજાં તોડી પાડવામાં આવેલાં ડ્રોન સાથે કોઈ સીધો સંબંધ ન દેખાય પરંતુ સાંયોગિક પુરવા તે બંને ઘટનાઓને સાંકળી લે તેવા છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
