<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મંગળ પર મળી આવી એવી વસ્તુ કે વિજ્ઞાનીઓ પણ થઈ ગયા દંગ

નવી દિલ્હી: અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ક્યૂરિયોસિટી રોવરે મંગળ ગ્રહ પર એક મહત્ત્વપૂર્ણ શોધ કરી છે. લાલ રંગના આ ગ્રહ પર પીળા રંગના શુદ્ધ સલ્ફરના ક્રિસ્ટલ મળી આવ્યા છે. વિજ્ઞાનીઓ પર આ શોધથી દંગ રહી ગયા છે. એવું એટલા માટે કેમ કે પાણી વગર આ ક્રિસ્ટલ બનવું અત્યંત મુશ્કેલ છે. એક ખડકના ખુલ્લા ભાગની વચ્ચે આ પીળા ક્રિસ્ટલ મળી આવ્યા હતા. ક્યૂરિયોસિટીના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ અશ્વિન વાસવાડાએ કહ્યું કે અમે વિચાર્યું પણ નહોતું કે આવી કોઈ વસ્તુ અમને મળી આવશે. મને લાગે છે કે અમારા મિશનની આ સૌથી મોટી શોધ છે. 30 મેના રોજ વાસવાદા અને તેમની ટીમે રોવર દ્વારા મોકલાયેલી તસવીરોનું આકલન કર્યું હતું. માહિતી અનુસાર વિજ્ઞાનીઓની આ ટીમે જ્યારે તસવીરોનું આકલન કર્યું હતું તેમાં દેખાયું કે પૈડાના રસ્તામાં એક ખડક વિખેરાયેલું પડ્યું છે. તેના પછી ઝૂમ કરીને જોયું તો વિજ્ઞાનીઓ પણ દંગ રહી ગયા. તેમને દેખાયું કે પીળા રંગના ક્રિસ્ટલ વિખેરાયેલા પડ્યા હતા. જ્યારે તપાસ કરી તો તે શુદ્ધ સલ્ફર હોવાની જાણકારી મળી. વાસવાદા અનુસાર સલ્ફરના ખડક સામાન્ય રીતે સુંદર, ચમકીલા અને ક્રિસ્ટલીન હોય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે મંગળ પર સલ્ફેટ હોવું સામાન્ય વાત છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે શુદ્ધ સ્વરૂપમાં સલ્ફર મળી આવ્યું છે. જ્યારે ગેડિઝ વાલિસ ચેનલમાં સલ્ફરનું મળવું વધુ આશ્ચર્યજનક છે. શક્ય છે કે તે વિસ્તારના ખડકો સલ્ફરથી ભરેલા હોય. પૃથ્વી પર પણ સલ્ફર ખૂબ જ દુર્લભ સંજોગોમાં રચાય છે. જ્વાળામુખી ફાટી નીકળવાના સ્થળે શુદ્ધ સલ્ફર મળવાની શક્યતા હોય છે. વસાવડા કહે છે કે મંગળ પર સલ્ફર શોધવું એ રણમાં પાણી શોધવા જેવું છે.

 

(6:00 PM IST)