<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

આ દેશમાં થવા જઈ રહ્યો છે નવા રાજાનો ભવ્ય રાજ્યાભિષેક

નવી દિલ્હી: મલેશિયાના નવા અબજોપતિ રાજા, સુલતાન ઈબ્રાહિમ ઈસ્કંદરને શનિવારે પરંપરા મુજબ બંદૂકની સલામી સહિત આપી ધામધૂમથી તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેમણે તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ શાસન કરવાનું વચન આપ્યું હતું. સુલતાન ઈબ્રાહિમ (65)એ 31 જાન્યુઆરીએ શપથ લીધા હતા. સુલતાન ઈબ્રાહિમ ઈસ્કંદરને 20 જુલાઈના રોજ નેશનલ પેલેસમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં મલેશિયાના 17મા રાજા તરીકે ઔપચારિક રીતે તાજ પહેરાવવામાં આવ્યો હતો. રાજાની સત્તા માત્ર પ્રતીકાત્મક, ખરી સત્તા વડાપ્રધાન પાસે દર પાંચ વર્ષે રાજા બદલવામાં આવે છે, કાળા અને સોનાના પરંપરાગત ઔપચારિક પોશાક અને હેડગિયરમાં સજ્જ સુલતાન ઈબ્રાહિમ અને રાણી રઝા ઝેરિત સોફિયાને સિંહાસન પર ચડતા પહેલા લશ્કરી સલામી આપવામાં આવી હતી. અન્ય શાહી પરિવારના વડાઓ, બ્રુનેઈના સુલતાન હસનલ બોકિયા અને બહેરીનના સુલતાન હમદ ઈસા અલ ખલીફા સિંહાસનની બાજુમાં એક મંચ  પર બેઠા હતા. રાજ્યાભિષેક સમારોહની શરૂઆતમાં, સુલતાનને કુરાનની એક નકલ આપવામાં આવી  જેને તેમણે ચૂંબન કર્યું હતું.

 

(6:00 PM IST)