હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ દિવસ દુનિયાના ઇતિહાસનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો

નવી દિલ્હી: 21 જુલાઈ 2024 એટલે કે ગયા રવિવારે દુનિયાના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ હતો. આ પહેલા દુનિયાએ આવી ગરમી ગયા વર્ષે 6 જુલાઈએ રેકોર્ડ કરી હતી. આ જાણકારી કોપરનિકલ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે આપી છે. તેમના જણાવ્યા અનુસાર રવિવારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.09 ડિગ્રી સેલ્સિયસ હતું. જેણે 1940થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા.આ ભયાનક ગરમીના કારણે યુરોપ અને અમેરિકામાં હીટવેવ અને જંગલની આગ ફેલાયેલી છે. તે પહેલા આટલું તાપમાન 2024એ રેકોર્ડ કરવામાં આવ્યુ હતું. ત્યારે પારો 17.08 ડિગ્રી સેલ્સિયસ હતો. આમ તો તાપમાનમાં માત્ર 0.01 ડિગ્રી સેલ્સિયસનું અંતર આવ્યુ છે પરંતુ આના કારણે જે મુશ્કેલીઓ આવી રહી છે તે ભયાનક હશે.
કોપરનિકલ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના ડાયરેક્ટર કાર્લો બુઓટેમ્પોએ કહ્યું કે આ ગ્લોબલ મીન ટેમ્પરેચર છે. આ સમયે ગરમીનું મોટું કારણ દુનિયામાં ચાલી રહેલા હીટવેવ છે. દક્ષિણ અમેરિકા ભયાનક હીટ ડોમ સામે ઝઝૂમી રહ્યું છે. ચીનમાં હીટવેવ બાદ હવે વરસાદ, પૂર અને ફ્લેશ ફ્લડની અસર છે. સરેરાશ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર અમેરિકામાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
