<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

અમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્ક હાઇડ્રોથર્મલ વિસ્ફોટથી હચમચી ઉઠ્યું

નવી દિલ્હી: અમેરિકાના વ્યોમિંગમાં યેલોસ્ટોન નેશનલ પાર્કમાં આજે અંડરગ્રાઉન્ડ હાઈડ્રોથર્મલ વિસ્ફોટ થવાથી હોબાળો મચી ગયો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિસ્ફોટ થતાંની સાથે જ ત્યાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગે છે. આ વિસ્ફોટ નેશનલ પાર્કના બિસ્કીટ બેસિન ક્ષેત્રમાં થયો છે. વીડિયોમાં ઘણા ટૂરિસ્ટ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં લોકોની ચીસનો પણ અવાજ આવી રહ્યો છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું કે, વિસ્ફોટથી કોઈને ઈજા નથી પહોંચી. જો કે, બિસ્કીટ બેસિન અને તેના પાર્કિંગની જગ્યા અને બોર્ડવોકને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. વિસ્ફોટ બાદ લેવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બોર્ડવોક કાટમાળથી ભરાઈ ગયો છે. એક અહેવાલ પ્રમાણે યલોસ્ટોનમાં આવી ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે.

 

(6:55 PM IST)