<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

વિશ્વની ટોચની ૨૦ કંપનીઓ વેચે છે ૯૦ ટકા બિનઆરોગ્‍યપ્રદ ઉત્‍પાદનો

સ્‍તનપાનનો દર વધ્‍યોઃ સંયુકત રાષ્‍ટ્રની પાંચ એજન્‍સીઓનો રિપોર્ટ

જીનીવા તા.૨૬: દુનિયાભરના દેશોમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્‍થિતી પર સંયુકત રાષ્‍ટ્રની પાંચ એજન્‍સીઓ દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ ‘ધ સ્‍ટેટ ઓફ ફુડ સિકયોરીટી એન્‍ડ ન્‍યુટ્રીશન-૨૦૨૪'માં દાવો કરાયો છે કે દુનિયાની ટોચની ૨૦ ખાદ્ય અને  પેટા પદાર્થોની કંપનીઓ(જેમનો ૨૨ ટકા માર્કેટ પર કબ્‍જો છે) ના ૩૫૫૫૦ ઉત્‍પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. જે ભારત, ચીન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા સહિત દુનિયાના ઘણાં દેશોમાં વેચાય છે. પરીક્ષણમાં જાણવા મળ્‍યું કે તેમાંથી લગભગ ૯૦ ટકા ઉતપાદનો બિન આરોગ્‍ય પ્રદ (અનહેલ્‍ધી) છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં આ કંપનીઓના ઉપરોકત ચાર દેશોમાં મળવા માત્ર ૪ થી ૧૨ ટકા ઉત્‍પાદનો જ આરોગ્‍યપ્રદ હતાં.

રિપોર્ટમાં પોષણ સંબંધી મુદાઓ પર પણ પ્રકાશ પડાયો છે. દાખલા તરીકે વૈશ્‍વિક સ્‍તરે સ્‍તનપાન દર વધીને ૪૮ ટકાએ પહોંચી ગયો છે. પણ વિશ્‍વના ૧૫ ટકા બાળકો હજુ પણ ઓછા વજનથી ગ્રસ્‍ત છે. તો પાંચ વર્ષથી ઓછી વયના ૨૨.૩ ટકા બાળકો પોતાની ઉંમરના હિસાબે ઓછી ઉંચાઇ વાળા છે.

(10:37 AM IST)