News of Friday, 26th July 2024
દુનિયાના 1ટકા લોકોએ 10 વર્ષમાં 42 ટ્રિલિયન ડોલર્સ એકઠા કર્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: વિશ્વની આર્થિક પરિસ્થિતિઓ તે સંબંધી બાબતો ઉપર સતત નજર રાખી રહેલી અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનોની સંસ્થા ઓક્સ ફામે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં દુનિયાના ૧% જેટલા અતિશ્રીમંતોએ ૪૨ ટ્રિલિયન ડોલર્સ એકઠા કરી લીધા છે. (૧ ટ્રિલિયન એટલે ૧ ઉપર ૧૩ મીંડા - એક ડોલર = આશરે ૧૦૦ રૂપિયા એટલે રૂપિયાના હિસાબે જોઇએ તો ૧ ઉપર ૧૫ મીંડાની રકમ થાય) આ પરિસ્થિતિમાં ઓક્સફામે આવા અલ્ટ્રરીચ ઉપર ઓછામાં ઓછો ૮% વેલ્થ ટેક્ષ નાખવા ભલામણ કરી છે. અહેવાલ વધુમાં જણાવે છે કે અત્યારે વિશ્વના લગભગ તમામ વિશેષત: ટોચના ૨૦ દેશોનાં અર્થતંત્રો એવી રીતે ગોઠવાયાં છે કે જેવાં શ્રીમંતો શ્રીમંત જ બનતા જાય છે. બીજી તરફ તેઓની ઉપરનું કરભારણ ઐતિહાસિક સ્તરે નીચું ગયું છે, તો ત્રીજી તરફ દુનિયાના અન્ય લોકો માટે રોટીના ટુકડાઓ જ રહે છે. બાકીના આશરે ૩૦% મધ્યમ વર્ગના છે તે પૈકી બે ટકા ક્રીમીલેયરમાં આવે છે. વિશ્વના ૬૯ ટકા લોકો તો અર્ધભૂખ્યા રહી જીવન ખેંચ્યા કરે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
