તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
રશિયામાં સર્જાયેલ ટ્રેન અકસ્માતમાં 140 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ૮૦૦ પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક કામાઝ ટ્રકને ધસમતો આવતા જોઈ એન્જિન-ડ્રાઇવરે સીટી ઉપર સીટી મારી તે ટ્રક-ડ્રાઇવરને સાવચેત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઇવરે કશું ધ્યાન જ ન આપ્યું. પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. તેમ રશિયન કેસલેના અધિકારીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, અકસ્માત થતાં ડ્રાયવર તો ટ્રેનમાંથી નીચે કુદી પડયો છે. આ વિસ્તારમાં આવેલા કોટેલનિસ્કોલ શહેર નજીક જ આ અકસ્માત થતા સહાય તુર્ત જ મોકલવામાં આવી હતી. આ કોટેલનિસ્કૉવ શહેર મોસ્કોથી ૧૨૦૦ કિ.મી. દૂર આવેલું છે. આ અકસ્માતમાં ૧૪૦ને ઇજાઓ થઈ હતી જે પૈકી ૩ બાળકો સહિત કુલ ૧૫ જણાને તો વધુ ઇજાઓ થઇ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
