News of Wednesday, 31st July 2024
બાળકો માટે પુસ્તકો વાંચવા અને હાથેથી લખવું એ ડિજિટલ કરતા પણ ફાયદાકારક છે

નવી દિલ્હી: જે નો બહુ પ્રયોગ થાય છે એ અમૃતકાળના ૨૦૪૭ની દુનિયા કેવી હશે, એના ઘણા અનુમાનો થઈ શકે. પણ એક નક્કર તારણ એવું છે કે આગામી ૨૫ વર્ષ પછી ભાગ્યે જ કોઈ કાગળ પેન લઈને લખતું હશે. હવે તો યાદી પણ સીધી મોબાઈલ નોટસમાં બનાવી લેવાય છે. ચિઠ્ઠીચપાટીને બદલે મેસેજીસ મોકલાય છે. પોકેટ ડાયરીઓ નવી પેઢીમાં ગાયબ થવા લાગી છે. ચબરખીઓ ચકલીઓની જેમ ફર્રરર્ર થવા લાગી છે. ડેનેટલી, ડિજીટલ ઈઝ ઈઝી. ડિજીટલ ઇઝ સ્માર્ટ. એનો વિરોધ તો હોઈ જ ન શકે. પણ નોર્વે જેવા એજ્યુકેશનમાં એડવાન્સ્ડ દેશોમાં તો હવે પેપરલેસ ટ્રાન્ઝેકશનની જેમ પેપરલેસ સ્કૂલ્સની તૈયારીઓ ધમધમે છે. ના દફતર, ના પુસ્તકો, ના નોટ્સ, ના પેન-પેન્સિલ-રબર. જસ્ટ ડિજીટલ ટેબ (આઇપેડ જેવું) જેવું સાધન જ વિદ્યાર્થીઓએ રાખવાનું. એમાં જ ટાઇપ કરી કલાસમાં ભણાવાય એના પોઈન્ટસ લખવાના, હોમવર્ક કરવાનું, એકઝામ પણ સેન્ટ્રલ કોમ્પ્યુટર સાથે કનેક્ટ થઈને એમાં દેવાની, અને રેફરન્સ માટેની ટેકસ્ટ કે વિડીયો ટીચર એમાં ટ્રાન્સફર કરે ! આપણે ત્યાં ફટાફટ તગડી ફી સાથે આવું ડિજીટલ મોડલ ધરાવતી સ્કૂલનું સ્માર્ટ સ્કૂલ તરીકે માર્કેટિંગ થવા લાગે. પણ સાયન્સ તટસ્થભાવે એવું કહે છે કે આમાં વધુ સ્માર્ટ કરતા વધુ ડમ્બ થવાના ચાન્સીઝ છે ! ઓન્ટારિયા યુનિવર્સિટીના પ્રોફેસર શિવશંકર જેને 'કોગ્નેટિવ ઓફલોડિંગ' કહે છે, એને લીધે ! આવો શબ્દ વાંચવામાં ભારેખમ લાગ્યો હોય તો જરા એનું અમલીકરણ સમજાવીએ. માનવમગજ 'કોગ્નેટિવ ઓફલોડિંગ', ચીજો પકડવી આવી બધી સ્કિલ્સ તો ઘણા પશુપંખીઓ પણ ધરાવતા હોય. પણ માણસ 'હોંશિયાર' સજીવ છે, કારણ કે એનું દિમાગ તેજસ્વી છે. એ અનેક બાબતોનું એકસાથે પેરેલલ પ્રોસેસિંગ કરી શકે છે, એના આધારે ઝડપી નિર્ણય લઈ શકે છે, અનુભવો કે વિગતો યાદ રાખી શકે છે તે બીજાને વ્હેંચી શકે છે. આમ જ એની 'બુદ્ધિ' ખીલી છે, અને એણે પ્રગતિ કરી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
