News of Friday, 2nd August 2024
એર ઇન્ડિયાના મુસાફરો માટે આવ્યા માઠા સમાચાર

નવી દિલ્હી: ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાના મુસાફરો માટે એક જરૂરી માહિતી જારી કરી છે. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટમાં જારી સંકટ વચ્ચે ઈઝરાયલના તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધી સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ કહ્યું છે કે તેઓ સ્થિતિ પર નજર રાખશે. એરલાઈન કંપનીએ જણાવ્યું કે મહેમાનો અને ક્રૂ ની સુરક્ષા, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે મુસાફરોની મદદ માટે કોન્ટેક્સ સેન્ટરના 2 ફોન નંબર - 011-69329333 / 011-69329999 જારી કર્યાં છે. આ નંબરો પર 24x7 સંપર્ક કરવામાં આવી શકે છે. એર ઈન્ડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, 'મધ્ય પૂર્વના અમુક ભાગોમાં ચાલી રહેલી સ્થિતિને જોતાં, અમે 8 ઓગસ્ટ 2024 સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવથી આવતી-જતી પોતાની ફ્લાઈટ્સના નક્કી સંચાલનને સસ્પેન્ડ કરી દીધા છે. અમે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને આ સમયગાળા દરમિયાન તેલ અવીવથી આવવા-જવા માટે કન્ફર્મ બુકિંગવાળા પોતાના મુસાફરોને મદદ પૂરી પાડી રહ્યાં છીએ, જેમાં રીશેડ્યુલિંગ અને રદ કરવાની ફી પર એક વખતની છુટ સામેલ છે. અમારા મહેમાનો અને ક્રૂ મેમ્બરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધુ જાણકારી માટે મહેરબાની કરીને અમારા 24/7 સંપર્ક કેન્દ્ર પર 011-69329333 / 011-69329999 પર કોલ કરે.'
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
