<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

મહિલા મુસાફરના માથામાં જૂ હોવાને કારણે તેને પ્‍લેનમાંથી ઉતારવા માટે પ્‍લેનને તાત્‍કાલિક નીચે ઉતારવું પડયુ

ન્‍યુયોર્ક,તા.૩: હૃદયરોગનો હુમલો આવ્‍યો હોય કે એવી કોઈ ઘટના ટાણે વિમાનનું ઇમર્જન્‍સી લેન્‍ડિંગ થયું હોવાનું સાંભળ્‍યું છે, પરંતુ મહિલા મુસાફરના માથામાં જૂ હોવાને કારણે તેને પ્‍લેનમાંથી ઉતારવા માટે પ્‍લેનને તાત્‍કાલિક નીચે ઉતારવું પડ્‍યું હોય એવું નથી સાંભળ્‍યું. ઘટના ૧૫ જૂનની છે, પરંતુ હમણાં આ પ્‍લેનમાં બેઠેલા ટિકટોક યુઝર એથન જુડેલસનનો વિડિયો બહાર આવતાં જાણ થઈ હતી કે ન્‍યુ યોર્કની અમેરિકન એરલાઇન્‍સની ફલાઇટ લોસ એન્‍જલસ જઈ રહી હતી અને પાઇલટે વિમાનને એકાએક એરિઝોનાના ફીનિક્‍સ તરફ વાળી લીધું, એટલે કે ઇમર્જન્‍સી લેન્‍ડિંગ કરાવ્‍યું. વિમાનમાં પેસેન્‍જરોને ક્રૂ મેમ્‍બર્સ દ્વારા કોઈ કારણ અપાયું નહોતું. જોકે એક મહિલા પ્રવાસીના માથામાં જૂ જોવા મળી હોવાથી તાકીદનું ઉતરાણ કરવું પડ્‍યું હોવાનો ગણગણાટ શરૂ થયો હતો. થોડી વારમાં તમામ મુસાફરોને ફીનિક્‍સમાં રહેવા માટે હોટેલનું વાઉચર અને વાપરવા માટે ૧૨ ડોલર આપવામાં આવ્‍યા હતા, પરંતુ આ બધામાં મુસાફરોના ૧૨ કલાક વેડફાયા હતા.

(9:35 AM IST)