<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

૪ વર્ષનું બાળક સોળમા માળેથી પડયું અને ઉભું થઈને ચાલવા માંડયું

આને ચમત્‍કાર જ કહેવાય

પેરિસ,તા. ૭: ૧૬મા માળેથી કોઈ પડી જાય તો હાડકાંપાંસળાં એક થઈ જાય. સીધો યમસદન પહોંચી જાય, પરંતુ જગતમાં ચમત્‍કાર આજે પણ થાય છે. ઈશ્વરની ઇચ્‍છા વિના પાંદડુંય નથી હાલતું તો પછી તેમની ઇચ્‍છા ન હોય તો કોઈ મૃત્‍યુ પણ કેવી રીતે પામે! ફ્રાન્‍સના ઓબરવિલિયર્સમાં રહેતું ૪ વર્ષનું બાળક એન્‍જોને પણ ભગવાન ધરતી પર રાખવા ઇચ્‍છતા હશે. એન્‍જોનો પરિવાર ૧૬મા માળે રહે છે. એક દિવસ એન્‍જો રૂમમાં રડતો હતો. તેના પિતાએ જોયું કે દરવાજો અંદરથી લોક થઈ ગયો છે. દરવાજો તોડીને અંદર ગયા તો એન્‍જો રૂમમાં ન મળ્‍યો અને બારી ખુલ્લી જોઈ! તેમને ફાળ પડી. બારીમાંથી જોયું ત્‍યારે એન્‍જો નીચે પડ્‍યો હતો. હાંફળાફાંફળા થતાં તે નીચે ઊતર્યા. પાડોશીઓ પણ તેમની સાથે પહોંચ્‍યા. તેમણે જોયું કે એન્‍જોને કશું જ થયું નહોતું. તે ઊભો થઈને ચાલવા માંડ્‍યો. જોકે પગમાં થોડા ઉઝરડા પડ્‍યા હતા. એ પછી આંતરિક ઈજા ચકાસવા પિતા તેને હોસ્‍પિટલ લઈ ગયો. જોકે તપાસને અંતે કિડની અને ફેફસાંમાં સામાન્‍ય બ્‍લીડિંગ સિવાય કશું નુકસાન થયું નહોતું.

(9:36 AM IST)