<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

યુવક પચીસ મિનિટ ક્‍લિનિકલી ડેડ રહ્યા પછી ફરી પાછો જીવતો થયો

સનબર્નની પીડા સાથે હોસ્‍પિટલ ભેગો થયેલો

લંડન, તા.૮: બ્રિટનમાં ૨૦ વર્ષનો ચાર્લી વિન્‍સેટ નામનો યુવક સમર કૅમ્‍પ ગયો હતો. ત્‍યાં તડકામાં રખડવાને કારણે તેની ત્‍વચા બળી ગઈ અને સનબર્નને કારણે તે બળતરા સાથે હૉસ્‍પિટલ ગયો. જોકે ત્‍યાં સારવાર દરમ્‍યાન ખબર પડી કે તેનાં ફેફસાં તો ન્‍યુમોનિયાગ્રસ્‍ત છે. શ્વસનના ચેપને દૂર કરવાની સર્જરી દરમ્‍યાન ચાર્લીને સ્‍ટ્રોક આવ્‍યો અને તેનું હૃદય અચાનક કામ કરતું બંધ થઈ ગયું. તેને શૉક આપીને હૃદયને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ શરૂઆતમાં સફળતા મળી જ નહીં. ઑપરેશન-ટેબલ પર જ આ હાલત થઈ જતાં ડૉક્‍ટરોએ તેને પાછો જીવતો કરવાના તમામ પ્રયાસ ચાલુ રાખ્‍યા. આખરે ૨૫ મિનિટ પછી અચાનક તેનું હૃદય ફરી ધડકવા માંડ્‍યું. તે ફરીથી જીવતો થયો એને ડૉક્‍ટર ચમત્‍કાર ગણે છે.

બ્રિટનના ડૉક્‍ટરોનું કહેવું છે કે ચાર્લીને નાનપણથી જ કાર્ડિયોમૅગલી નામની હૃદયની અસાધ્‍ય બીમારી છે, પરંતુ ન્‍યુમોનિયા થવાથી એ સમસ્‍યા ઑર વકરી હતી. સર્જરી પછી ચાર્લી એક વીક સુધી કોમામાં રહ્યો હતો, પણ હવે તે સ્‍વસ્‍થ થઈ ગયો છે.

(10:29 AM IST)