<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 મપાઈ છે. ભૂકંપની સાથે સાથે સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુ પર અનુભવાયા હતા. તેની સાથે જ તટીય વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં સુનામી અંગે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માહિતી અનુસાર સ્થિતિ પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ક્યુશુમાં તો મિયાઝાકીમાં સમુદ્રમાં 20 સે.મી. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે  ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યૂશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટરની ઊંડાઈએ હતું. તેમજ  ભૂકંપ બાદ સુનામી આવવાની સંભાવના છે અને તે અંતર્ગત 1 મીટર ઉંચા મોજા દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે.

(5:19 PM IST)