<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ઇઝરાયલી સેનાએ હિજબુલ્લાહના નાઈક ઠેકાણા પર કર્યા હુમલા

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલી સેના IDFએ હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર તાબડતોડ હુમલા કર્યા છે. IDFનું કહેવું છે કે, તેમણે દક્ષિણી લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર રાતભર તાબડતોડ હુમલા કરીને તબાહ કરી દીધુ છે. હિઝબુલ્લાહના ઠેકાણા પર ઈઝરાયલનો આ હુમલો ઈરાન અને લેબેનોનની ધમકીઓ વચ્ચે થયો છે. હમાસ લીડર ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં કરવામાં આવેલી હત્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમ પર છે. ઈરાને ઈઝરાયલથી હાનિયાની મોતનો બદલો લેવાનું એલાન કર્યું હતું. રાજધાની તેહરાનમાં 31 જુલાઈના રોજ હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યાથી રોષે ભરાયેલા ઈરાને ઈઝરાયલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી. અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈરાન કોઈ પણ સમયે યુદ્ધનો મોરચો ખોલી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટી બ્લિંકને પણ ઈરાન અને હિઝબુલ્લાહની આ ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, ઈઝરાયલ પર આ દેશ ગમે તે સમયે હુમલો કરી શકે છે. પરંતુ ઈરાન અને લેબેનોનની ધમકીઓને નજરઅંદાજ કરી ઈઝરાયલે હિઝબુલ્લાહના અનેક ઠેકાણાને તબાહ કરી દીધા છે.

(5:20 PM IST)