<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ઇઝરાયલે ગાઝામાં શાળા પર એર સ્ટ્રાઇક કરતા 100થી વધુ પેલેસ્ટિનીના મૃત્યુ

નવી દિલ્હી: ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં 100થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. એક એજન્સીના અહેવાલમાં આ દાવો કરાયો હતો. પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકો જે સ્કૂલમાં આશરો લઈ રહ્યા હતા તેને જ ઈઝરાયલે નિશાન બનાવી હતી. આ હુમલામાં 100થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ઘાયલો પણ મોટી સંખ્યામાં હોવાની આશંકા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો નમાઝ પઢી રહ્યા હતા. હમાસ દ્વારા સંચાલિત કાર્યાલય વતી જણાવાયું હતું કે આ હુમલો ત્યારે થયો હતો ત્યારે નાગરિકો ફજર (સવાર) ની નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે જ ઈઝરાયલે ક્રૂરતાપૂર્વક વિસ્થાપિત નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી.

 

(5:58 PM IST)