<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રશિયામાં ઘુસી યુક્રેને એરફિલ્ડને બનાવ્યું નિશાન

નવી દિલ્હી: આમ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતુ યુક્રેન-રશિયા યુદ્ધ હવે પહેલી વખત રશિયાની ધરતી પર પહોંચ્યું છે. યુક્રેન આમ પણ છેલ્લા કેટલાક દિવસથી તેના કુર્સ્ક વિસ્તાર પર આક્રમક વલણ અપનાવી રહ્યું હતું. યુક્રેનના આ ઘાતક હુમલાના લીધે કુર્સ્ક વિસ્તારમાંથી હજારો રશિયનોએ ભાગી જવાની ફરજ પડી છે. રશિયાએ વળતા જવાબમાં ડોનેત્સ્ક પ્રાંતમાં મોલ પર કરેલા હુમલામાં ૧૧ યુક્રેનિયનોના મોત થયા હતા. આમ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતુ યુક્રેન-રશિયા યુદ્ધ હવે પહેલી વખત રશિયાની ધરતી પર પહોંચ્યું છે. યુક્રેન આમ પણ છેલ્લા કેટલાક દિવસથી તેના કુર્સ્ક વિસ્તાર પર આક્રમક વલણ અપનાવી રહ્યું હતું. યુક્રેનના આ ઘાતક હુમલાના લીધે કુર્સ્ક વિસ્તારમાંથી હજારો રશિયનોએ ભાગી જવાની ફરજ પડી છે. રશિયાએ વળતા જવાબમાં ડોનેત્સ્ક પ્રાંતમાં મોલ પર કરેલા હુમલામાં ૧૧ યુક્રેનિયનોના મોત થયા હતા.
યુક્રેનના લશ્કરી દળોએ રાત્રે જ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના લીધે કુર્સ્ક વિસ્તાર રીતસરનો સળગતો રહ્યો હતો અને સતત વિસ્ફોટોનો અવાજ સંભળાતા હતા. કેટલાય વિસ્ફોટોના લીધે હાઇવે પર કાટમાળ ખડકાયો હતો. રશિયન યુનિટે પણ સ્વીકાર્યુ હતું કે આ હુમલામાં તેના સોથી પણ વધુ સૈનિકોના મોત થયા છે. આ હુમલાના રશિયાના કેટલાય લશ્કરી વાહનોને યુક્રેને ઉડાવી દીધા હતા અને તે જોઈને ત્યાંના રશિયનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કીવે તો આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પણ ગુરુવારે સાંજે ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાને તે અનુભવ થવો જોઈએ કે કોઈ દેશમાં ઘૂસણખોરી કરીએ તો કેવા પરિણામોનો સામનો કરવો પડે છે. રશિયા આપણી ધરતી પર યુદ્ધને લઈ આવ્યું અને હવે અમે આ યુદ્ધ રશિયાની ધરતી પર લઈ જઈશું.

 

(5:58 PM IST)