<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

અનિંદ્રાને કારણે ૭૮ કલાક ૩૦ મિનિટ સુધી વિડિયો-ગેમ રમ્‍યો

ભૂતપૂર્વ નૌસૈનિકનો વિશ્વવિક્રમ

ન્‍યુજર્સી,તા.૧૨: અમેરિકાના ન્‍યુજર્સી રહેતા ભૂતપૂર્વ નૌસૈનિક જસ્‍ટિન ઓ'ડોનેલે વિડિયો-ગેમ રમીને પોતાના નામે બે વિશ્વવિક્રમ નોંધાવ્‍યા છે. એક તો સળંગ ૭૮ કલાક ૩૦ મિનિટ સુધી ‘વર્લ્‍ડ ઓફ વોરક્રાફટ'નામની વિડિયો-ગેમ રમવાનો અને બીજો સૌથી લાંબા સમય સુધી ઓનલાઇન ગેમ રમવાનો. પહેલાંનો રેકોર્ડ ૫૯ કલાક ૨૦ મિનિટનો હતો. જસ્‍ટિનને ઇન્‍સોમ્‍નિયા એટલે કે અનિદ્રાની બીમારી છે એટલે પોતે લાંબા સમય સુધી વિડિયો-ગેમ રમી શક્‍યો એવું તે કહે છે. ૭૮ કલાક ૩૦ મિનિટના ગેમિંગ-સેશનમાં માત્ર ૮૦ મિનિટનો બ્રેક લેવાનો હતો. દર કલાકે પાંચ મિનિટના બ્રેકમાં તે કાં તો ફૂડ ખાતો હતો અથવા પાળેલા કૂતરા સાથે રમતો હતો.

(9:24 AM IST)