<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રશિયામાં થયા યુક્રેન જેવા હાલ:76 હજારથી વધુ લોકો ઘર છોડીને ભાગી ગયા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન દળોએ યુક્રેનિયન શહેરોની સ્મશાન જેવી હાલત કરી દીધી છે. લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એટલી જ સંખ્યામાં લોકોએ ઘર છોડી દીધું છે. પરંતુ, હવે સ્થિતિ વિપરીત થઈ રહી છે.  યુક્રેનિયન લડવૈયાઓ યુક્રેનની સરહદે આવેલા રશિયન શહેર કુર્સ્ક પર સતત હુમલો કરી રહ્યા છે. રશિયન સરકારે શહેરના લોકોને પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી છે. યુક્રેનિયન લડવૈયાઓએ કરેલો પાયમાલ એટલો ગંભીર છે કે અત્યાર સુધીમાં શહેરમાંથી 76 હજારથી વધુ લોકો તેમના ઘર છોડી ચૂક્યા છે. રશિયાના કુર્સ્ક સરહદી વિસ્તારમાં "અત્યંત તણાવગ્રસ્ત પરિસ્થિતિ" ને કારણે સોમવારે વધુ લોકોને સ્થળાંતર કરવાની વિનંતી કરવામાં આવી હતી. કુર્સ્ક સરહદ વિસ્તારમાં રશિયન દળો લગભગ એક અઠવાડિયાની ભીષણ લડાઈ બાદ પણ યુક્રેનિયન હુમલાનો જવાબ આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રશિયન કટોકટી અધિકારીઓના કહેવા પ્રમાણે કુર્સ્ક વિસ્તારમાં  76,000 થી વધુ લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો અને સશસ્ત્ર વાહનો સરહદ પાર કરીને 1000 કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હતા.

(6:21 PM IST)