<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

સેન ફ્રાંસિસ્કોમાં રોબોટેક્સીઓએ મચાવી ધમાલ:વહેલી સવારે એકસાથે હોર્ન વાગવાના થયા શરૂ થયા

નવી દિલ્હી: સેન ફ્રાન્સિસ્કોના એક વિસ્તારમાં રહેતાં લોકોની ઊંઘ વહેલી સવારે બગડી ગઈ હતી. રોબોટૅક્સીના પાર્કિંગ લોટમાં એક સાથે બધી ટૅક્સીના હૉર્ન અચાનક વાગવાના શરુ થઈ ગયા હતા. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટની અન્ય કંપની વાયમો દ્વારા આ કારને ઓપરેટ કરવામાં આવે છે. આ રોબોટૅક્સીને ગૂગલ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટૅક્સીમાં હૉર્ન વાગતાં ત્યાંના લોકો ગુસ્સે થઈ ગયા હતા.આ હૉર્ન પહેલાં એક કાર એમ એક પછી અન્ય કાર એમ ધીમે ધીમે શરુ થયા હતા. તેમ જ એક સમય બાદ આ હૉર્ન ખૂબ જ અગ્રેસિવ રીતે વાગવાના શરુ થયા હતા. આ પાર્કિંગ લોટની ઉપર રહેતી એક સૉફ્ટવેર એન્જિનિયર મહિલાએ આ વિશે સોશિયલ મીડિયા પર ભડાશ કાઢી હતી. ત્યાર બાદ એ વિસ્તારમાં રહેતાં ઘણાં લોકોએ વીડિયો પણ અપડલોડ કર્યા હતા. આ પાર્કિંગ લોટમાં ફક્ત રોબોટૅક્સી પાર્ક કરવામાં આવે છે. વહેલી સવારે ચાર વાગ્યે એક પછી એક કાર પેસેન્જરને ડ્રોપ કરીને આ પાર્કિંગ લોટમાં આવી રહી હતી. એક કાર પાર્ક થયા બાદ બીજી કાર પાર્ક થઈ રહી હતી અને એ દરમ્યાન અન્ય કાર આવી રહી હતી. આમ એક પછી એક કાર આવતાં કાર આગળ-પાછળ થઈ રહી હતી અને હૉર્ન વાગવાના શરુ થઈ ગયા હતા. આ કારણસર ત્યાંના લોકોને ખૂબ જ ડિસ્ટર્બન્સ થયું હતું.

(6:20 PM IST)