તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 14th August 2024
આ સપ્તાહમાં ઈરાન ઇઝરાયેલ પર કરી શકે છે મોટો હુમલો:પેન્ટાગોનના અધિકારીઓએ આપ્યું મંતવ્ય

નવી દિલ્હી: વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સલામતીના પ્રવકતા જહોન કીર્વીએ સોમવારે કહ્યું હતું કે આ સપ્તાહના અંત સુધીમાં ઇરાન કે તેના પ્યાદાઓ દ્વારા ઇઝરાયલ પર પ્રચંડ હુમલો કરવામાં આવશે. તેવી અમેરિકાને પાક્કી આશંકા છે. આથી અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની હાજરી વધારી દીધી છે. વિશેષત: ઇઝરાયલ-હમાસ યુદ્ધની વધી રહેલી તીવ્રતા તેમજ ઇઝરાયલ દ્વારા હમાસના નેતા ઇસ્માઈલ હનીયાહની ગયા મહિને તહેરાનમાં કહેવાતી કરાયેલી હત્યાને પગલે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક બની રહેવાની પૂરી સંભાવના છે, તેમ પણ પેન્ટાગોનના અધિકારીઓ માને છે. ઇઝરાયલ પણ ચેતી ગયું છે. તે જાણે છે કે બરૂતમાં હીઝબુલ્લાહના સીનીયર કમાન્ડર ફૌદ શુકરની હત્યા પછી પરિસ્થિતિ વણસી જ છે. પરંતુ ઇઝરાયલે હુમલો ત્યારે કર્યો હતો કે જયારે ઇઝરાયલના કબજા નીચેના ગોલન રાઇટસ વિસ્તારમાં હિઝબુલ્લાહે મિસાઇલ હુમલો કર્યો, જેમાં ૧૨ બાળકોના મૃત્યુ થયા હતા.આ સંદર્ભ આપતા જહોન કર્બીએ કહ્યું હતું કે ઇઝરાયલ એપ્રિલમાં થયેલા હુમલાનો ભોગ ફરી ન બને તે અમે જોવા માગીએ છીએ.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
