તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
આ છે દુનિયાનું સૌથી મોંઘુ મોટરહોમ:કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: કસ્ટમ બિલ્ડ લોકી કોચ પ્રીવોસ્ટ મોટર હોમની કિંમત છે 2.5 મિલ્યન ડોલર એટલે કે અંદાજે 21 કરોડ રૂપિયા. આ એક RV (રીક્રિએશનલ વ્હીકલ) છે એટલે કે દેખાવમાં તો એ બસ લાગે છે, પરંતુ એમાં રહેવા માટેની તમામ સુવિધા હોય છે. બેડથી લઈને કિચન અને વોશરૂમ પણ. કહેવામાં તો વ્હીકલ છે, પરંતુ રોડપર ચાલતું એક ઘર છે. લોકી કોચ પ્રીવોસ્ટ ફક્ત એક ઘર નથી, પરંતુ લક્ઝુરીયસ મહેલને પણ ટક્કર આપે એવું છે.
યુટ્યુબર એરિક વેન કોનોવરે હાલમાં જ આ મોટર હોમનો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો બાદ આ મોટર હોમ ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. આ મોટર હોમની આગળની બે સીટ એટલે કે ડ્રાઇવર સીટ અને એની બાજુની સીટ એ બેની કિંમત 16.78 લાખ રૂપિયા છે. આ સીટમાં ઇનબિલ્ટ મસાજર પણ છે.
આ મોટર હોમમાં 96000Wની બે મૌટી લિથિયમ બેટરી આપવામાં આવી છે જે એક દિવસ સુધીનું ઇલેક્ટ્રિક બેકઅપ આપે છે. એમાં 2540Wની સોલર પેનલ પણ આપી છે જે સતત ચાર્જ કરતું રહે છે. આથી ઇલેક્ટ્રિસિટી માટે અન્ય એનર્જી પર નિર્ભર પણ નહીં રહેવું પડે. આ સાથે જ અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ છે જે બેટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરે છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
