<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને સતાવી રહ્યો છે આ ડર

નવી દિલ્હી: કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સાઉદી અરેબિયાના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં પણ મદદરૂપ થશે. અમેરિકા અને સાઉદી અરેબિયા સાથે કરવામાં આવેલા કરારના આધારે અમેરિકા સાઉદી અરેબિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ રોકાણ કરશે. પરંતુ સાઉદી અરેબિયાના પ્રિન્સે ડર હોવા છતાં દેશના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને અમેરિકાની ડીલ પર આગળ વધવાનું નક્કી કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે, ઈઝરાયેલ-સાઉદી અરેબિયા-અમેરિકા વચ્ચે સંભવિત ડીલને લઈને અમેરિકન અધિકારીઓએ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, 'જો તેઓ આ ડીલ પર આગળ વધે છે તો તેમની હત્યા પણ થઈ શકે છે.' આ દરમિયાન અમેરિકાના અધિકારીએ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષાને લઈને આશ્વાસન આપ્યું હતું. તેવામાં મોહમ્મદ બિન સલમાને અમેરિકાના અધિકારીને પૂછ્યું કે, 'જ્યારે 1981માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારે અમેરિકાએ શું કર્યું હતું?' પરંતુ સાઉદી અરેબિયાના પ્રિન્સે ડર હોવા છતાં દેશના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને અમેરિકાની ડીલ પર આગળ વધવાનું નક્કી કર્યું હતું.

 

(6:45 PM IST)