<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને થયા ત્રણ વર્ષ પૂર્ણ

નવી દિલ્હી: ભારત આજે 15 ઓગસ્ટ 2024આ રોજ જયારે પોતાની 78મી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. તે જ સમયે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરીથી સત્તા પ્રાપ્ત કર્યાને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. તાલિબાને સત્તામાં આવ્યા બાદ ઘણાં વચનો આપ્યા હતા અને દાવો કર્યો હતો કે આ વખતે તેમનું શાસન પહેલી વખત કરતા અલગ હશે. પરંતુ વાસ્તવિકતા શું છે? ચાલો જાણીએ...હાલમાં અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા સંઘર્ષમાંથી પસાર થઇ રહી છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગી રહ્યું છે અને ગરીબી લોકોના જીવ લઇ રહી છે. પરંતુ આનાથી તાલિબાનને કોઈ ફરક પડતો નથી. તેમના પહેલા નિયમની જેમ આ વખતે પણ તાલિબાન શાસનમાં લોકોને કોરડા મારવાની અને પથ્થરમારો કરીને મૃત્યુદંડ આપવાની સજા અપાઈ રહી છે, મહિલાઓને શાળા, કોલેજમાં અને કામ પર જવામાં રોકવામાં આવી રહી છે.તાલિબાન સતામાં આવ્યા બાદ મહિલાઓ માટે એકલા મુસાફરી કરવી અને જાહેર સ્થળોએ અન્ય મહિલાઓ સાથે જવું મુશ્કેલ બની ગયું છે. તેમને માથાથી પગ સુધી બુરખો પહેરવો પડે છે. જો તેમની સાથે કોઈ પુરુષ હોય તો જ તે બહાર જઈ શકે છે. જો કે, આ બધા નિયમો વિદેશી મહિલા પ્રવાસીઓને લાગુ પડતા નથી. મહિલા પ્રવાસીઓ સશસ્ત્ર તાલિબાન લડવૈયાઓ સાથે ફોટો પણ ખેંચાવતા હોય છે.

 

(6:48 PM IST)